સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા કથિત નસબંધી કૌભાંડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિજયનગરના કાલવણ ગામના દિનેશ નિનામા નામના પુરુષને ઇડરના કડિયાદરા PHC (પબ્લિક હેલ્થ સેન્ટર)ના કર્મચારીઓએ થોડા દિવસો પહેલાં સંપર્ક કર્યો હતો. રૂપિયા 4,000ની લાલચ આપીને મેડિકલ ચેકઅપના બહાને દિનેશને ઇડરની એક ખાનગી હોસ્પિટલમા