આજરોજ 1 સપ્ટેમ્બર ના ભાદરવા સુદ 9ના દિવસે કડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રામદેવપીર મહારાજ ના મંદિરો માં વાજતે ગાજતે નવ નેજા ચઢાવવામાં આવ્યા હતા.શહેરના બાલાપીર થી થોળ રોડ પર આવેલ અંડરબ્રિજ બ્રિજ જવાના રસ્તા પર આવેલ રામદેવપીર મંદિર ખાતે રામદેવપીર મહારાજના નેજા ચડાવવામાં આવ્યા હતા.આ ઉપરાંત કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રામદેવપીર મહારાજ નાં મંદિર ખાતે નેજા ચઢાવવામાં આવ્યા હતાં.આજે રામદેવપીર મહારાજ નાં મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.