અંકલેશ્વરમાં બેવડા માર વચ્ચે વરસાદી પાણી નિકાલ અટકવા સાથે નર્મદાના નીર કાંઠા વિસ્તારના 14 ગામમાં ફરી વળ્યા હતા. ખાસ કરી જુના માંડવા બુઝર્ગ થી લઈ ગોલ્ડનબ્રિજ સુધીના પટમાં આવેલ 5થી વધુ ગામોની સીમમાં નર્મદાના પાણી પ્રવેશ્યા હતા જે ખેતરમાં ઉભા પાક પર ફરી વાળવા સાથે ઉભા પાકનો દાટ વાળ્યો હતો. ધરતીપુત્ર ખેતરમાં પાણી ભરાવો થઈ જતા જઈ શક્તા નથી તેમજ બચેલો ઉભો પાક બચાવી શકે એમ નથી.