જાંબુઘોડા પોલીસે એક ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન એક મહિન્દ્રા કંપનીની એકસ યુ વી ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કરા ગામ પાસેથી વિદેશી દારૂ જેની કિં.57,618 રૂ.ગાડીની કિં.1,50,000 ગણીને કુલ ₹2,07,618 નો મુદ્દામાલ જપ્ત કરી છૂટેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે જેની માહિતી તા.3 સપ્ટેમ્બર બુધવારના રોજ સાંજે 7 કલાકે પ્રેસનોટના માધ્યમથી મળવા પામી હતી