Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: ભરૂચ SOGએ શહેરમાં આવેલ સીટી સેન્ટર ક્રેજી બાઈટ નામની દુકાનમાંથી ઇ-સિગારેટના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી

Bharuch, Bharuch | Aug 24, 2025
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના કર્મચારીઓને બાતમી મળેલ કે ભરૂચ સીટી સેન્ટરમાં ક્રેજી બાઇટ નામની દુકાનમાં રૈયાન પટેલ નામનો ઈસમ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઇ-સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનુ વેચાણ કરે છે અને હાલમા તેની આ પ્રવુતિ ચાલુ છે જે બાતમીના આધારે દરોડા પડતા વિદેશી કંપનીની ઇ-સિગારેટ મળી કુલ નંગ-૧૦ મળી કુલ ૩૫ હજારનો મુદ્દામાલ ઝડપાયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us