પ્રભાસ પાટણ અને ભીડીયા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા શ્વાનનો આતંક વધ્યો છે.ત્યારે પાલિકા તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.જેને પગલે પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ ભાવ ફેર હોવાના લીધે તે આગળ વધી શકી નથી.આગામી દિવસોમાં તે કામગીરી પૂર્ણ કરવામાં આવશે જેથી આ સમસ્યાનું નિવારણ થઈ જશે. આ અંગે સેક્રેટરી દિગંત દવેએ આપી વધુ વિગતો