ભરૂચ એલસીબીનો સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઇક્કો કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ એબીસી ચોકડીથી પસાર થનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને બાતમી વાળું વાહન આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 188 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 1.56 લાખનો દારૂ અને 5 લાખનું વાહન મળી કુલ 6.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.