વડગામમાં આવેલા મુક્તેશ્વર ડેમમાં ભયજનક સપાટી પર પાણીની આવક થતા ડેમનું પાણી સરસ્વતી નદીમાં છોડવાની ભારતીય કિસાન સંઘ વડગામ દ્વારા માંગ કરવામાં આવી હતી ત્યારે આજરોજ વડગામ ભારતીય કિસાન સંઘ ના પ્રમુખ લક્ષ્મણભાઈ મહીંવાલ અને પોતાના સંઘના કાર્યકરો અને ખેડૂતો વડગામના મુકેશ્વર ડેમ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે ડેમના અધિકારીને મુલાકાત કરી ડેમનું પાણી સરસ્વતી નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે