અમરેલી શહેરમાં ઠેર ઠેર ખુલ્લી ભુગર્ભ ગટરો લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. નાગરિકોની સુરક્ષા જોખમમાં મુકાયેલી હોવા છતાં તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી ન થતાં, જાણીતા એડવોકેટ તેમજ અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યાએ આ મુદ્દે આક્રોશ વ્યકત કર્યો છે.સંદીપ પંડ્યાએ બપોરે 1 વાગ્યે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો.