કડાણા અને પાનમ ડેમમાંથી મોટીમાત્રામાં પાણી છોડવામાં આવતા પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મહીસાગર નદી કાંઠે આવેલા બીલીથા,બોરડી,બાકરીયા,સાદરા અને ખરોલી જેવા ગામોમાં મહીસાગર નદીનું પાણી ફરી વળતા ગામો બેટ સ્વરૂપે ફેરવાયા હતા,જેને લઈને ખેડૂતોએ પકવેલ મહામૂલો પાક પાણીમાં ગરકાવ થઈ જતાં ખેતરોમાં રહેલા ડાંગર,મકાઈ,શાકભાજી,તમાકુ અને ઘાસચારા જેવો પાકોને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે,જેથી ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.