ઊના શહેરમાં આખલાઓનો આતંક વધ્યો.એક વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી.ઉના શહેરની મુખ્ય બજારમાં બે આંખલાની ફાઇટમાં એક વૃધ્ધને આખલાએ શિંગડે થી ઉછાળ્યા.મિલન કોમ્પલેક્ષ પાસે બે આંખલાઓ વચ્ચે ફાઇટ ચાલી રહી હતી.ત્યારે આ વિસ્તારમાં મજૂરી કામ કરતા વ્યક્તિએ લોકોની સુરક્ષા માટે આ આખલાઓ લાકડીથી છૂટા પાડવાનો પ્રયત્ન કરેલ.આ દરમિયાન એક આંખલાએ તેમના ઉપર પાછળથી આવીને શિંગડે થી ઉછાળ્યા હતા.જેને પગલે તેમને ગંભીર ઇજાઓ પહોચતા હોસ્પિટલે ખસેડાયા હતા.