રાપર તાલુકાના ગાગોદર ગામે આજે ગાગોદર સમસ્ત જૈન સંઘ અને રજવાડી પરિવાર દ્વારા ચાતુર્માસ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો અને રાજકીય અગ્રણીઓઉપસ્થિત રહ્યા હતા. ગાગોદર ગામની દીકરીઓ તથા સમસ્ત જૈન પરિવાર તથા ગાગોદરની જનતા ધ્વારા મહારાજ સાહેબનું ઘણીથર ગામથી ગાગોદર ગામે પ્રવેશ કર્યો ત્યારે સમસ્ત જૈન સમાજ તથા જનતા ધ્વરા સ્વાગત કરવામાં આવ્યુ હતું