This browser does not support the video element.
ખંભાત: સરકારી હાઈસ્કૂલ લુણેજના શિક્ષક વિનોદભાઈ સલાટને જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાયા.
Khambhat, Anand | Sep 5, 2025
શિક્ષક દિન નિમિત્તે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં બી.એ.પી.એસ.વિદ્યાલય, બાકરોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આણંદ જિલ્લા તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી સન્માનીત કરાયા હતા. જે દરમિ્યાન સરકારી હાઈસ્કૂલ લુણેજના શિક્ષક વિનોદભાઈ કાંતિભાઈ સલાટને જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્ય દંડક, કલેકટર, જિલ્લા પંચાયતના પ્રમુખ,શિક્ષણ સમિતિના ચેરમેન, સહીતના અધિકારીઓ હાજર રહ્યા.