રાજ્યમાં મગફળીનું વ્યાપક ઉત્પાદન થયું હોવા છતાં સિંગતેલ તેમજ કપાસીયા અને પામતેલના ભાવોમાં વધારો જોવા મળ્યો હતો. આ વિશે તેલના હોલસેલ વેપારી કિરીટ શાહે બપોરે 4:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેલમાં ભાવ વધતા સીંગતેલનો ડબ્બો 2340 થી 2390, કપાસિયાનો ડબ્બો 2265 થી 2315 તેમજ પામતેલનો ડબ્બો 2025 થી 2030 વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે.