મોંઘવારી આસમાને, પેટ્રોલ- ડીઝલના વધતા ભાવથી રાજ્યના નાગરિકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ઈલેક્ટ્રીક વાહનો પરિવહન માટે ઉતમ વિકલ્પ બન્યો છે ત્યારે નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો માટેની માળખાકીય સુવિધા આપવામાં તંત્રની નિષ્ફળતા અને નીતિ અમલવારીમાં નિષ્ફળ ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરનું નિવેદન.