સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ઠ ખેરાળી ગામમાં પાકા રસ્તા, સફાઈ, પીવાનું શુદ્ધ અને પુરતું પાણી સહિતની પ્રાથમિક સુવિધા નો અભાવ જોવા મળે છે જેને લઈને જાગૃત નાગરિક કમલેશ કોટેચા, પવનદેવસિંહ રાણા સહિતની ટીમ દ્વારા ખેરાળી ગામની મુલાકાત લઈ લોકોની સમસ્યા અંગે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.