ગીર અને સૌરાષ્ટ્ર પંથકમાં સાવજનો સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ તેની સાથે સાથે હવે સાવજ જંગલની આસપાસના વિસ્તારના ગામોમાં રાત્રે તો ઠીક પણ ધોળા દિવસ શેરીઓમાં સામે મળવા લાગ્યા છે. જેમાં ઉના પંથકના પાતાપુર ગામમાં તો એવી હાલત છે કે સિંહણ રાત દિવસ ગામની શેરીમાં ફરે છે અને પ્રાણીઓના મારણ કરી રહી છે.જો કે હજુ સુધી તેણે કોઇપણ વ્યક્તિ પર હુમલો નથી કર્યો.પરંતુ સિંહણને સામે આવી જોતા જ લોકો જીવ બચાવવા ભાગે છે.CCTV ,મોબાઈલ કેમેરાના દ્રશ્યો સામે આવ્યા.