અંકલેશ્વરના મુબિન,ભાગ્યોદય અને સરદાર પટેલ હોસ્પિટલ નજીક સોસાયટીમાં સાયકલો ગાયબ થતી હોવાની ઘટનાઓ અંગે પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી.જે બાદ પોલીસે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી.જેમાં નાના બાળકો સાઇકલ ચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું.