લીંબડી શહેરમા ગ્રીન ચોક થી રેલવે સ્ટેશન રોડ ને લીંબડી નગરપાલિકા એ ગૌરવ પથ જાહેર કર્યો છે આ રસ્તો ભારે વરસાદના કારણે ધોવાણ થતા મોટા મોટા ગાબડાંઓ પડ્યા છે. આ રસ્તાની બંને સાઇડમાં વરસાદી પાણી ના નિકાલ ના અભાવે ઠેર ઠેર પાણી ભરાયા છે. ખાસ કરીને દિગ્વિજયસિંહ રાજપુત છાત્રાલય તથા ક્રિકેટ ગ્રાઉન્ડ બહાર તથા શક્તિ સોસાયટી માર્ગે ઠેર ઠેર પાણી ભરાયા છે આ રસ્તો રીપેર કરવા નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી.