ગંગાજળિયા તળાવ નજીકથી લારી-ગલ્લા હટાવવાની BMCની કાર્યવાહીથી નાના વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ, મોટી સંખ્યામાં લારી પાથરણા ધારકો મનપા કચેરી પહોંચી હોબાળો કરાયો, એડિશનલ કમિશનર સમક્ષ રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ, જ્યારે મનપા દ્વારા વેન્ડર ઝોન ખાતે વેપાર કરવા જગ્યા ફાળવી હોય ત્યાં વેચાણ કરવા સૂચના અપાઈ, સાથે સ્થળ વિઝીટ કરી જો યોગ્ય લાગશે તો વૈકલ્પિક વ્યવસ્થા કરવા ખાત્રી અપાઈ હતી.