જંબુસર - ભરૂચ રૂટની એસટી બસના મુસાફરોનો અને વિદ્યાર્થીઓ ઘેટાં બકારની જેમ મુસાફરી કરતા હોવાનો વિડિયો વાયરલ થયો છે. ભરૂચ-જંબુસર જતી એસટી બસોમાં મુસાફરોની ભીડ જોવા મળી હતી.આજે સવારના સમયે વિદ્યાર્થીઓ ઘેટાંબકરાની જેમ બસમાં બેસી ભરૂચની કોલેજમાં જવા મજબૂર બને છે.બસમાં ક્ષમતા કરતા બમણા લોકો બેસવા મજબૂર બન્યા હતાં.ત્યારે એસટી વિભાગ દ્વારા પૂરતા પ્રમાણમાં એસટી બસની વ્યવસ્થા કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.