*ધંધુકા-ધોલેરા રોડ પર ગંભીર અકસ્માત:* સીંગદાણા ભરેલી આઈસર ડમ્ફરની બાજુમાં ટકરાઈ. ધંધુકા- ધોલેરા મુખ્યમાર્ગ પર ભડીયાદ અને અલ્યાસર ગામોની વચ્ચે આજે ગંભીર વાહન અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, સીંગદાણા ભરેલી આઈસરના ડ્રાયવરનું સ્ટેરીંગ પરથી કાબુ અચાનક છૂટી જતાં તે રસ્તા પર ચાલતી ડમ્ફરની બાજુમાં અથડાય ગઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બંને વાહનોને ખુબ નુકસાન પહોંચ્યું. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી,