ચુડા તાલુકા ના જોબાળા ગામે પરંપરાગત રીતે ગણપતિ મહોત્સવ નુ આયોજન કરવામાં આવે છે. વાજતે ગાજતે સામૈયા સાથે ગામમાં ગણપતિ પંડાલ ઉભો કરવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર સાંજે જાહેર સભા મા ધારાસભ્ય કિરિટસિંહ રાણા એ સંબોધન કર્યું હતું. જિલ્લા પંચાયત સદસ્ય તનકસિંહ રાણા, ચુડા તાલુકા પંચાયત પ્રમુખ ઇશ્ચરભાઇ માધર, સરપંચ અલ્પેશભાઈ શેખ, શિવુભા રાણા વગેરે મહાઆરતી મા ઉપસ્થિત રહ્યા હતા. ગામમાં ભક્તિમય વાતાવરણ બન્યું છે