ભાણવડ નજીક બરડા ડુંગરમાં આવેલ કિલેશ્વર મહાદેવના મંદિર પાસે રસ્તામાં પાણીનો પ્રવાહ વધતા બે લોકો રેવતી કુંડમાં તણાવા લાગ્યા હતા. ત્યાં હાજર વન વિભાગના કર્મીઓ અને લોકોએ બંનેને ભારે જહેમત બાદ બચાવી લીધા હતા. ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.