આ અભિયાન અંતર્ગત રાજ્યભરના 300 થી વધુ સ્થળોએ એક લાખથી વધુ યુનિટ લોહી એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નર્મદા જિલ્લામાં પણ દરેક તાલુકા મથકે રક્તદાન કેમ્પ યોજાશે. જિલ્લામાં કુલ પાંચથી વધુ સ્થળોએ નાંદોદ તાલુકામાં જીએમઈઆરએસ-સિવિલ હોસ્પિટલ, ગરુડેશ્વર તાલુકામાં ટ્રોમા સેન્ટર, તિલકવાડામાં PHC, દેડિયાપાડામાં ઈનરેકા સંસ્થાના ટીમ્બાપાડા અને સાગબારા તાલુકામાં સેલંબા હાઈસ્કૂલ સેલંબા ખાતે સવારે ૮=૦૦ થી સાંજે ૬=૦૦ કલાક દરમિયાન રક્તદાન શિબિરો યોજાશે.