વિજાપુર તાલુકાના છેવાડે આવેલ પિરીજપુરા ગામે ગત રવિવારે રાત્રીના સમયે ગાજવીજ સાથે પડેલા વરસાદ માં વીજળી પડતા 40 જેટલા ઘરો ના વીજ ઉપકરણો ઉપર અસર પડી હતી. જયારે જયેશ ભાઈ પટેલ ના ઘર ઉપરનો ભાગ તૂટી જવા પામ્યો હતો. અને ઘરની દીવાલો ઉપર તિરાડો પડી હતી. ઘરના ઉપકરણો પંખા વીજ મીટર એસી સહિતને નુકશાન થયું હતુ તેમ આજરોજ સોમવારે સાંજે ચાર કલાકે જયેશભાઈ પટેલે જણાવ્યુ હતું. જ્યારે વીજ કર્મીઓ દ્વારા વીજ ચાલુ કરવા કામગીરી હાથ ધરી હતી.