રાણાવાવ પોલીસે બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી. રાણાવાવ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વીડીનેશમાં સર્ચ કરી રેઇડ કરતા નાથા જીવા મોરીની દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા પોલીસે સ્થળ પરથી 900 લીટર દેશી દારૂ બનાવવાનો આથો અને ભઠ્ઠીના સાધનો મળી રૂ. 25,950નો મુદ્દામાલ કબ્જે કરી હાજર નહિ મળી આવેલ ઈસમ નાથા જીવા મોરી સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ રાણાવાવ પોલીસે હાથ ધરી છે.