આણંદ જિલ્લાના આંકલાવ નજીક રવિવાર સવારના સમયે પુરઝડપે જઈ રહેલ કાર ચાલકે રોડ ઉપર જતી એક મહિલાને ટક્કર મારી ઈકો કારને અથડાવતાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક જણને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.