સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈએ પ્રગતિ બેંક કો-ઓપ. સોસાયટી તથા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની પ્રશંસા કરી હતી. તેમણે દિલીપભાઈ સંઘાણીના સહકારી ક્ષેત્રે કરેલા યોગદાન અને નેતૃત્વની સરાહના કરતાં શબ્દો ઉચ્ચાર્યા હતા.આ પ્રસંગનો વિડિયો તેમના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે આજે સાંજે આઠ વાગ્યે ઝડપથી વાયરલ બન્યો.