અમદાવાદ જિલ્લા પંચાયતે સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ આઠ વ્યક્તિઓના પરિવારજનોને આર્થિક સહાય આપી છે. જિલ્લા પંચાયત સ્વભંડોળ માંથી દરેક પરિવારને રૂ.2 લાખ ની સહાય ચેક સ્વરૂપે આપવામાં આવી છે. સાણંદ તાલુકા ભાજપ પ્રમુખ હસમુખભઇ સોલંકી, જિલ્લા પંચાયતના સદસ્યો સહિત ભાજપના હોદ્દેદારો,કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.