મોરવા હડફ ખાતે આવેલી સરકારી કોલેજ ખાતે તા.1 સપ્ટેમ્બર સોમવારના રોજ 76માં વનમહોત્સવની ઉજવણી કરવામા આવી હતી.જેમા નાણાપંચના ચેરમેન યમલભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.સામાજીક વનીકરણ વિભાગ ગોધરા ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા શંકરભાઈ એફ બારીયાને વહીવટીકક્ષાની સુંદર કામગીરી બદલ યમલભાઈ વ્યાસના હસ્તે પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામા આવ્યા હતા.જેની માહિતી આજે મંગળવારના રોજ સવારે 11 કલાકે પ્રાપ્ત થઇ હતી