પંચમહાલ,મહીસાગર અને દાહોદ જિલ્લાના બે લાખથી વધુ દૂધ ઉત્પાદકોની જીવાદોરી પંચામૃત ડેરી ડેરીના વ્યવસ્થાપક મંડળના સભ્યોની ચુંટણીમાં તમામ બેઠકો બિનહરીફ થઈ છે,ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ૧૩ ફોર્મ પરત ખેંચાતા વર્તમાન ચેરમેન જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ થઈ છે,પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના તમામ ૧૮ સભ્યો બિનહરીફ થતાં જેઠાભાઈ ભરવાડ ફરી એકવાર પંચામૃત ડેરીના ચેરમેન બનશે.