વિજાપુર લાડોલ શનિવારે સાંજે ચાર વાગે ખેતર માંથી મરચા લઈ પલ્સર બાઈક ઉપર બે મીત્રો ઘેરે આવતા હતા તે સમયે એક બોલેરો કાર સામે આવતા બોલેરો ચાલક ગફલત ખાઈ જતાં ટક્કર વાગત બંને યુવકો પલ્સર બાઈક ઉપરથી નીચે પટકાતા ઈજાઓ થઈ હતી. જેમાં રવિ પટેલ નામના યુવકને માથાના ભાગે શરીર ના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.108 મારફત સારવાર માટે લઇ જવાયા હતા. ગંભીર ઇજાના કારણે હિંમતનગર દાખલ કરાયા છે. પોલીસે આજરોજ રવિવારે સાંજે પાંચ કલાકે જયદીપજી ઠાકોર ની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.