ઉત્તરસંડામાં રહેતા વિક્રમભાઈ પરમાર 26 ઓગસ્ટ ના રોજ બપોરે એક કલાકે પોતાના મિત્રો સાથે ઉત્તરસંડા ચોકડી પાસે બાંકડા પર બેઠા હતા આ દરમિયાન ઉત્તરસંડામાં રહેતા દિલીપકુમાર દિલીપસિંહ રાઠોડ ત્યાં આવી પહોંચ્યા હતા અને વિક્રમભાઈ પાસેથી ઉછીના નાણા માંગ્યા હતા. વિક્રમભાઈએ પોતાની પાસે નાણાની વ્યવસ્થા ન હોવાનું જણાવતા ઉસ્કેરાઈને અપશબ્દ બોલી વિક્રમભાઈ પર છરી વડે હુમલો કરી દીધો હતો. જ્યાં તેમના મિત્ર વચ્ચે છોડાવવા પડતા બંને મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા.