નેશનલ હાઇવે નંબર 53 ઉપર ભૂતપોરથી પલસાણા તરફ જવાના રસ્તે એક સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ 05 KV 8681 નો ચાલક પોતાની બાઈક લઈને જઈ રહ્યો હતો દરમ્યાન કોઈ અજાણ્યા વાહનની પાછળ મોટરસાયકલ ભટકાતા ચાલકને ગંભીર ઇજાઓ પહોચતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ ઘટના થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પલસાણા પોલીસને જાણ કરતા પલસાણા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.