સાવરકુંડલા નગરપાલિકાની કચરો એકઠો કરતી ગાડી આજે બપોરે પાર્ક કરેલી બાઈક સાથે અથડાઈ હતી. ઘટનામાં ડ્રાઈવરની બેદરકારી ખુલ્લી પડી છે. સ્થાનિક લોકોએ ઘટના સ્થળે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.ઘટનાની ચર્ચા શહેરભરમાં ગરમાઈ છે અને નગરપાલિકાની કામગીરી અંગે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.