સંકલન સમિતિની બેઠકમાં પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અધિકારીશ્રીઓ પાસેથી કલેકટરશ્રીએ જવાબો મેળવ્યા હતા. ઉપરાંત સિંચાઇ,આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પશુપાલન, પાણી પુરવઠા, જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે, ગામોને તાલુકા - જિલ્લા સાથે જોડતા રસ્તાઓની મરામત, વીજળીની સુવિધા તેમજ જન કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરી હતી. વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય તે માટે વિભાગોએ એકબીજા સાથે સંકલન જાળવી કાર્ય કરવાની ખાસ સૂચના આપી હતી.