દિવાળીના તહેવાર દરમ્યાન બોરસદ અને આંકલાવ તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૨૬ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે. બોરસદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ બોરસદ અને આંકલાવ તાલુકામાં દિવાળીના તહેવાર નિમિત્તે છુટક દારૂખાનું વેચવા ઈચ્છતા હોય તેવા લોકોને છુટક દારૂખાનું વેંચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટે નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાઓ સાથે અરજી કરવાની રહેશે.