હાલોલ નગરમાં ગત અઠવાડિયે પડેલા અંદાજે 10 ઇંચ જેટલા ભારે વરસાદે નગરની સતીતલાવડી પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ બનાવી દીધી હતી. પરિણામે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય અટકી ન જાય તે માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગે વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ આ શાળાને હાલ વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળામાં ખસેડી ચલાવવામાં આવી રહી છે.જોકે હજી પણ શાળા પાણીમાં ઘરકાવ થયેલી નજરે પડે છે