હિંમતનગર શહેરમાં ગઈકાલે અને આજે વરસેલા વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે અનેક જગ્યાએ પાણી ભરવાના બનાવો સામે આવ્યા હતા. હિંમતનગર શહેરના સહકારી જીન નજીકથી પસાર થતા કર્ણાવતી ટીપી રોડ પર પાણી ભરાવાની લઈને વાહન ચાલકો તેમજ આસપાસની સોસાયટીઓના લોકો પરેશાન બની ચૂક્યા હતા. પાલિકા પ્રશાસન દ્વારા ચોમાસા પૂર્વે પ્રિમોન્સૂનની કામગીરી યોગ્ય રીતે કરી હોવાના દાવાઓ પોકારવામાં આ