તા.૦૫ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૨૫ સમારોહ યોજાનાર છે. જેમાં રાજ્યમાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે. રાજયકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત થનારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગૌરવ સમા અને હરહંમેશ વિદ્યાર્થીઓના ઉજ્જવળ કારકિર્દી માટે શિક્ષણની જ્યોત પ્રસરાવનાર શિક્ષક શ્રી દેવાયતભાઈ કરંગીયાની પસંદગી થઈ છે.