થાનગઢ પોલીસ મથક ખાતે આઠેક મહિના પૂર્વે ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાને ભગાડી જનાર શખ્સ શશિકાંત ઉર્ફે સતીષભાઈ રામજીભાઈ ભાડણીયા વિરુધ પોકસોનો ગુનો નોંધાયો હતો જે બાદ આ શખ્સ છેલ્લા આઠેક મહિનાથી નાસતો ફરતો હોવાથી થાનગઢ પોલીસને હાલ આ શખ્સ રાજકોટના રાવકી ગામે હોવાની બાતમીને આધારે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.