ભારતના ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અમલમાં મુકાયેલ મતદાર યાદી વિશેષ સંશોધન કાર્યક્રમ (Special Intensive Revision – SIR) અંતર્ગત નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે. જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.