વાંસદા: વાંસદા કાવડેજ ખાતે મટકાના જુગાર પર પોલીસની છાપામારી, એક વ્યક્તિ રોકડ રકમ અને કાપલીઓ સાથે ઝડપી
Bansda, Navsari | Nov 28, 2025 વાંસદા પોલીસ સ્ટેશને મળેલી માહિતીના આધારે કાવડેજ ચીકારી ફળિયા નજીક આવેલી ત્રણ રસ્તાની બાજુએ મહુડાના ઝાડ પાસે છાપો મારી જુગારની પ્રવૃત્તિ કરતા નવાજ યુસુફ સલ્લુ (ઉ.વ. 26, રહે–વાંસદા નવી ફળિયા) ને ઝડપી પાડ્યો હતો. આરોપી આવતા જતા લોકોએ વરલી મટકાના આંક પર પૈસા લઇ કાપલીઓ આપીને હાર-જીતનો જુગાર રમાડતો હતો. પોલીસએ સ્થળ પરથી ત્રણ કાગળની કાપલીઓ, એક બોલપેન અને રૂ. 320ની રોકડ રકમ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.