ભરૂચના ટંકારીયા સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મોહસીને આઝમ મિશન બ્રાન્ચ દ્વારા વિદેશથી માદરે વતન પધારેલા અતિથિઓનો સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રસ્ટીઓ દ્વારા અતિથિઓનું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.