વાંસદા: વાંસદા તાલુકાના સુખાબારી ફાયરિંગ બટ વિસ્તારમાં ૨૫ ડિસેમ્બર સુધી પ્રવેશ પર પ્રતિબંધ, જાહેરનામું જાહેર
Bansda, Navsari | Nov 29, 2025 નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામના ફાયરિંગ બટ વિસ્તારમાં નવસારી પોલીસ દ્વારા યોજાનાર ફાયરિંગ પ્રેક્ટિસને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વાય.બી. ઝાલાએ જાહેરનામું જારી કર્યું છે. જાહેરનામા અનુસાર ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ સુધી દરરોજ સવારે ૬થી સાંજે ૬ સુધી કોઈપણ રહીશ, રાહદારીઓ અથવા અનઅધિકૃત વ્યક્તિઓને વિસ્તારમાં પ્રવેશવાની મનાઈ રહેશે.