લાંચ કેસમાં ઝડપાયેલા કર્મચારીએ અવાજના નમૂના આપવાની ના કહેતા એસીબીએ આરોપીના આવાજના નમૂના લેવા માટેની મંજૂરી માંગતી અરજી કોર્ટમાં કરી હતી. અદાલતે એસીબીની અરજી મંજૂર કરી ચૂકાદામાં નોંધ્યું હતું કે, લાંચ જેવા ગંભીર ગુનામાં સત્યને બહાર લાવવા માટે અવાજના નમૂના લેવાએ બંધારણીય કાયદાનો ભંગ ગણાતો નથી.