ઉધના: સુરતના પાંડેસરામાં ટેરેસ પરથી પટકાતા બાળકનું મોત
Udhna, Surat | Nov 21, 2025 સુરતના પાંડેસરા વડોદ ગામ ગણેશ નગર ખાતે રહેતા રામા પાસવાન ડાઈંગ મિલમાં નોકરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 4 વર્ષીય પુત્ર છોટુ બુધવારે સાંજે ત્રીજા માળની અગાસી પર એકલો રમવા માટે ગયો હતો. દરમિયાન રમતા રમતા અગાસી પરથી નીચે પટકાતાં ગંભીર ઈજા થતાં છોટુને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.