અબડાસા તાલુકાના મોથાળા ગામના આરોપીને પોક્સો અને એટ્રોસીટીના ગુનામાં કોર્ટે 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 33 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આરોપીએ લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યા બાદ ભુજ-નખત્રાણા હાઈવે પરની હોટલમાં શરીર સબંધ બાંધી ગુનો આચર્યો હતો