ચોટીલા: ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા તેમની ટીમે મુળી તાલુકાના ભેટ ગામમાં સરકારી સર્વે નંબર ૩૫ વાળી જમીન પર આકસ્મિક દરોડો
ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મુળી તાલુકાના ભેટ ગામમાં સરકારી સર્વે નંબર ૩૫ વાળી જમીન પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે ચાલતા કોલસાના 16 કૂવાઓ શોધી કાઢવામાં આવ્યા હતા. ટીમે કુલ રૂ. 2,87,30,000 મુદામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે તમામ મુદામાલ મામલતદાર કચેરી ખાતે ખસેડ્યો છે